.............. • પંચમહાભૂત શું છે? શરીરમાં આવેલા અગ્નિ,વાયુ, જળ, આકાશ અને પૃથ્વી તત્વનો સમાવેશ થાય છે.આપણને ભૂખ લાગે તે જઠરાગ્નિ એ અગ્નિ તત્વ છે.ગેસ ઓડકાર વાયુતત્વ છે.આપણું રુધિરાભિસરણ તંત્ર પણ વાયુને આભારી છે.આપણા શરીરમા વહેતુ રુધિર, મોઢામાની લાળ એ બધું જળ તત્વ છે, જ્યારે ચરબી માંસ વગેરે પૃથ્વી તત્વ છે. આ તત્વોનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે તો રોગ પ્રતિકાર શક્તિ જળવાવાથી આપણને રોગ થવાની સંભાવના ઓછી રહે.આપણા આહાર વિહારનું યોગ્ય રીતે આયોજન કરીને આ તત્વોને સમ (સમતોલ, balance) રાખીએ તો આપણે નિરોગી રહી શકીએ.સુખ શાંતિ આનંદ, પૈસો વૈભવ વગેરેનો ભોગવટો તંદુરસ્ત શરીર થકી જ થઈ શકે.શરીરમાં રોગ, પીડા હોય તો ગમે તેટલા પૈસા કે સુખ ભોગવી શકાતું નથી.આપણું ચિત્ત આપણી દેહપીડા સાથે જ રોકાયેલું રહે છે. માટે શરીરને વધુ પડતા લાડ લડાવ્યા સિવાય તેની પૂરતી કાળજી લેવાથી આ બધું સુખ ભોગવાઈ શકે. Chaudhary Shailesh J.....